2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 4,500 views in 2012. If every person who reached the top of Mt. Everest viewed this blog, it would have taken 8 years to get that many views.

Click here to see the complete report.

Posted in Uncategorized | Leave a comment

મૃત્યુને પણ જાણે ઉજવવો છે મહોત્સવ ..રવિન્દ્રનાથ ટાગોર

મૃત્યુનો  મહોત્સવ

અફાટ અને અનંત દુનિયાને સમાવતો સમુદ્ર …

માથે મૌન ,સ્થિર વિસ્તીર્ણ આકાશ .

સાગરનું અનંત ગાન ….

કિનારે શિશુઓનો  મેળો…

કેટલાક મોતીશોધવા સાગર માથે નીકળેલા મરજીવા …

તો ક્યાંક જાત ભાતના વેપાર માટે નીકળેલા શાહ સોદાગર ..

પણ એમાં

પેલા નિર્દોષ શિશુઓ

જુદી ભાત પાડતા

પોતાની મસ્તીમાં મસ્ત

નથી એમને મોતી જોઈતાં….

નથી બનવું એમને મરજીવા …

કે

નથી બનવું શાહ સોદાગર …

એ  તો

સમુદ્રની રેતીને સજાવીને બાંધી રહ્યા છે

સુંદર મઝાનું ઘર …

જેને સ્વહસ્તે સરજી -પાડીને અનોખો આનંદ મેળવે છે તેઓ .

સમુદ્રના તરંગો …

નિરખી રહ્યા છે આ બાલશિશુઓની ક્રીડા

એમના સમુદ્રફેનમાંનું છાનું સ્મિત

શિશુઓના મનને હસાવી જાય છે ..

પગદંડીવિહીન  આકાશમાં વંટોલિયાની  દોડાદોડી

રેખાવિહીન જલનિધિમાં  તરંગોની મસ્તી …

મૃત્યુને પણ  જાણે  ઉજવવો છે મહોત્સવ ..

પેલા

શિશુઓની રમત રૂપે ….!

ગદ્ય ભાવાનુવાદ

Posted in Uncategorized | Leave a comment

સતત-અજ્ઞાત

કોમળ છતાં શૂળો વચાળે કેદ છું

ઝાકળ પડે તોયે ઘવાઉં છું સતત

 

કરતાં કરી બેસું હિસાબો કરમના

અંતે ગુનાઓથી લજાવું છું સતત

 

ખોલો જરા ,પૂછો  જરા ,કે કેમ છું

હું દ્વારની માફક વસાઉ છું સતત

   -અજ્ઞાત

Posted in Uncategorized | Leave a comment

કોઈ-‘ઘાયલ ‘

હજી આંખમાં જાણે ફરકે છે કોઈ
હજી મીઠું શરમાઈ મરકે છે કોઈ
વિખુટા પડ્યા તોય લાગે છે ‘ઘાયલ ‘
હજી પણ રગેરગમા મરકે છે કોઈ

 

Posted in received E mail | Leave a comment

(12) જોડણીમાં અવારનવાર થતી ભૂલોવાળા શબ્દો

અશુદ્ધ શુદ્ધ 

સન્યાસી – સંન્યાસી

આર્યુવેદ – આયુર્વેદ

ઔદ્યોગીકરણ – ઉદ્યોગીકરણ

કવિયિત્રી – કવયિત્રી

જયંતિ – જયંતી Continue reading

Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય | 3 ટિપ્પણીઓ

(11) નીચેના શબ્દોની જોડણી યાદ રાખો, જ્યાં ત્ ની સાથે ત હોય ત્યાં ત્ત લખાય

સતા – સત્તા

વિદ્વતા – વિદ્વત્તા

મહત્વ – મહત્ત્વ

પુરાતત્વ – પુરાતત્ત્વ

નીતિમતા – નીતિમત્તા

પ્રજાસતાક – પ્રજાસત્તાક Continue reading

Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય | Leave a comment

(10) સ્વતંત્ર અક્ષરના બદલે જોડાક્ષર લખવાથી થતી ભૂલો

અશુદ્ધ – શુદ્ધ

કાવત્રું – કાવતરું

ગણત્રી – ગણતરી

તસ્વીર – તસવીર

અખત્રો – અખતરો

ખાત્રી – ખાતરી Continue reading

Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય | Leave a comment

(7) પ્રથમ હ્રસ્વ – ‘ઉ’ પછી દીર્ઘ – ‘ઊ’ આવતા શબ્દો

મુહૂર્ત

શુશ્રૂષા

અનુકૂળ

અનુભૂત

અનુરૂપ

કુતૂહલ Continue reading

Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય | Leave a comment

(9) ભાવવાચક શબ્દોને ‘તા’ અને ‘પણું’ વધારાનો પ્રત્યય લગાડાતાં ખોટી જોડણીવાળા શબ્દ

અશુદ્ધ – શુદ્ધ

અગવડતા – અગવડ

આરોગ્યતા – આરોગ્ય

ધૈર્યતા – ધૈર્ય, ધીરતા

માર્દવતા – માર્દવ, મૃદુતા

લાઘવતા – લાઘવ, લઘુતા Continue reading

Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય | Leave a comment

(5) હ્રસ્વ ‘ઉ’ વાળા શબ્દો

ઉત્કૃષ્ટ

ભુલભુલામણી

જાહેરનામું

ખુન્નસ

ખુશનુમા

સુષુપ્ત Continue reading

Posted in ગુજરાતી વ્યાકરણ પરિચય | Leave a comment