(9) ભાવવાચક શબ્દોને ‘તા’ અને ‘પણું’ વધારાનો પ્રત્યય લગાડાતાં ખોટી જોડણીવાળા શબ્દ

અશુદ્ધ – શુદ્ધ

અગવડતા – અગવડ

આરોગ્યતા – આરોગ્ય

ધૈર્યતા – ધૈર્ય, ધીરતા

માર્દવતા – માર્દવ, મૃદુતા

લાઘવતા – લાઘવ, લઘુતા

શૌર્યતા – શૌર્ય, શૂરતા

ઔદાર્યતા – ઔદાર્ય, ઉદારતા

વૈપુલ્યતા – વિપુલ, વૈપુલ્ય

ભેદભાવપણું – ભેદભાવ

અગત્યતા – અગત્ય

સગવડતા – સગવડ

ઝીણવટતા – ઝીણવટ

માર્દવતા – માર્દવ, ધીરતા

અશુદ્ધ – શુદ્ધ

લાવણ્યતા – લાવણ્ય

સાફલ્યતા – સાફલ્ય, સફળતા

સૌન્દર્યતા – સૌન્દર્ય, સુંદરતા

વૈવિધ્યતા – વૈવિધ્ય, વિવિધતા

પક્ષપાતપણું – પક્ષપાત 


This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.

Leave a comment